ગાંધીધામ ખંડણી પ્રકરણના આરોપીઓના જામીન નકારાયા

ગાંધીધામ, તા. 22 : શહેરના યુવાન ઉદ્યોગપતિના અપહરણ અને રૂા. ત્રણ કરોડની ખંડણીના પ્રકરણમાં પકડાયેલા ચાર આરોપીઓના જામીન નકારી દેવામાં આવ્યા હતા. અહીંની પૂર્વાંચલ લુમ્બર્સ પ્રા. લિ.ના મુકેશકુમાર અગ્રવાલનું અપહરણ કરી રાજસ્થાન લઈ જવાયા હતા. જ્યાં તેમના પાસેથી રૂા. ત્રણ કરોડની ખંડણી માગવામાં આવી હતી. કોઈ રીતે અપહરણકારોની ચુંગાલમાંથી છૂટેલા આ ઉદ્યોગપતિએ અહીંના પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ચાર આરોપીને પકડી પાડયા હતા. આ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ આરોપીઓએ અહીંની અધિક સેશન્સ જજની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આ ચારેયના જામીન નકારી દેવામાં આવ્યા હતા. આ કેસમાં મૂળ ફરિયાદી પક્ષના વકીલ તરીકે ધારાશાત્રી વરજાંગ એન. ગઢવી તથા સરકાર પક્ષે સરકારી વકીલ એમ.આર. જાડેજાએ ઉપસ્થિત રહી દલીલો કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer