ભચાઉમાં સગા ભાઇએ સગીર બહેન ઉપર કર્યો બળાત્કાર !

ગાંધીધામ, તા. 22 : ભચાઉના નવાગામમાં એક કળિયુગી ભાઇએ પોતાની સગી બહેન ઉપર બળાત્કાર ગુજારતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉના નવાગામમાં દશેક મહિના પહેલાં આ ચકચારી અને જઘન્ય બનાવ બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, એક નરાધમ શખ્સે પોતાની સગી બહેન એવી કિશોરીને મોબાઇલ આપવાની લાલચ આપી ઘરે કોઇ નહોતું ત્યારે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આવા બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. આ કિશોરીને સારવાર અર્થે લઇ જવાતાં તેણે એક બાળકીને જન્મ આપતાં આ પ્રકરણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું  હતું. આ નરાધમ પુત્ર વિરુદ્ધ તેની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer