માતાના મઢ ખાતે ઝડપાયેલા શિકારીઓ થયા જેલના હવાલે

માતાના મઢ (તા. લખપત), તા. 22 : આ ગામની સીમમાંથી પાંચ દિવસ પહેલાં પકડાયેલા બે શિકારી ઇસમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી અપાયા હતા. વનતંત્ર દ્વારા મુસ્તાક સુલેમાન નોતિયાર અને  અબ્દુલ્લકરીમ રમજાન નોતિયાર નામના આ બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તેમના બે દિનના રિમાન્ડ મેળવાયા હતા. જે પૂર્ણ થયે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટએ મોકલી આપ્યા હતા, તેવું ફોરેસ્ટર સફીભાઇ ગોરીએ જણાવ્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer