ગાંધીધામ શહેર અને તાલુકામાં કોરોના રસીકરણ અર્થે વિવિધ સંસ્થા જોડાઈ

ગાંધીધામ શહેર અને તાલુકામાં કોરોના રસીકરણ અર્થે વિવિધ સંસ્થા જોડાઈ
ગાંધીધામ, તા. 7 : મહામારી કોરોના સામે લડવા અસરકારક મનાતી રસીના ડોઝ મહત્તમ લોકોને મળે તે માટે પૂર્વ કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા ઠેરઠેર રસીકરણ શિબિરનું આયોજન કરાયું હતું. 45 વર્ષથી ઉપરની ઉંમરના નાગરિકોને આ રસી મુકાઈ હતી. ગાંધીધામના જૈન શ્વેતામ્બર તેરાપંથી સભા, જીતો સંસ્થા તથા વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા સમાજભવન તથા આદિપુરમાં મારવાડી ભવન ખાતે રસીકરણ શિબિર યોજાયો હતો. જેમાં સવારથી સાંજ સુધી 177 જણને કોરોના પ્રતિરોધક રસી મૂકવામાં આવી હતી. આ કેમ્પમાં સુધરાઈ પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, નગરસેવકો કમલેશ પરિયાણી, સરિતા ભઠુર, દીપિકા નાયક ઉપસ્થિત રહ્યા હતા. તેરાપંથના ત્રિભુવન સિંધવી, રાજુ મહેતા, જિતેન્દ્ર જૈન (શેઠિયા), મહિલા પાંખના વિજયલક્ષ્મી ભંસાળી, સુમન લુણિયા, યુવક પાંખના વિકાસ સુરાણા, સંદીપ સિંઘવી, જીતોના મહેશ પૂંજ, નિકુંજ ચોપડા, વાગડ બે ચોવીસીના તેજસ શેઠ, પ્રકાશ મોરબિયા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. આદિપુરના નાકોડા પાર્શ્વનાથનગર જૈન સંઘ દ્વારા પણ એક દિવસીય રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં 105 જણને રસી મુકાઈ હતી. આ શિબિર આયોજનમાં ગાંધીધામ લાયન્સ ક્લબ હોરાઈઝનનો સહયોગ સાંપડયો હતો. સંસ્થાના પ્રમુખ નેહાબેન વોરા, જૈન સંઘના ટ્રસ્ટીઓના હસ્તે શિબિર ખુલ્લો મુકાયો હતો. શરૂમાં જૈન સંત કંચનસાગરજી મ.સા.એ આશીર્વચન આપ્યા હતા. પૂર્વ કચ્છ ગાંધીધામ સમસ્ત પાટીદાર યુવા ક્રાંતિ દળ દ્વારા ચોપડવા સ્થિત સુઝલોન એનર્જી કંપની, ગાંધીધામ કચ્છ કડવા પાટીદાર ભવન તથા પડાણાની કચ્છ કેમિકલ લિમિટડ ખાતે રસીકરણ શિબિરનું આયોજન થયું હતું. આ કાર્યક્રમોમાં ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી અરુણકુમાર સિંગ, આલોક પિમ્પલે, રોહિત અગ્નિહોત્રી, હરિકેશ શર્મા, પૃથ્વીરાજસિંહ ઝાલા, પાટીદાર સમાજના મુકેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, મનીષાબેન પટેલ, પરેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, પાટીદાર સમાજના વાસુદેવ સાખલા, કાંતિભાઈ પોકાર, ગુણવંતભાઈ પટેલ, ડી. બી. સીતાપરા, હરેશભાઈ, હર્ષદભાઈ, સ્નેહલભાઈ, મેઘપર (બો.)માં ડો. પાર્થ જાની, કિંજલ ગઢવી, ગોરધન પાડલિયા, જયંતી પોકાર, કિશોર પોકાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer