મહેશ્વરી સમાજની યુવા પેઢી શિક્ષણને અગ્રતા આપે તેવા સહિયારા પ્રયાસ જરૂરી

મહેશ્વરી સમાજની યુવા પેઢી શિક્ષણને અગ્રતા આપે તેવા સહિયારા પ્રયાસ જરૂરી
ગાંધીધામ, તા. 7 : અહીંના કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજ દ્વારા તાજેતરમાં ગાંધીધામ મર્કન્ટાઈલ કો.ઓ બેન્કના ડાયરેકટર પદે બિનહરિફ  વરાયેલા પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનિચાનો અભિવાદન સમારંભ યોજાયો હતો. સમાજના પ્રમુખ અશોક ધેલા, કરશનભાઈ દનિચા, હિરાભાઈ ધુવા, બી.ટી.મહેશ્વરી, જીવરાજભાઈ ભાંભી સહિતનાઓએ માજી ધારાસભ્ય શ્રી દનિચાને પાઘડી અને શાલ પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. શ્રી દનિચાએ સમાજની યુવા પેઢી શિક્ષણમાં અગ્રતા દાખવે તે માટે સહિયારા પ્રયાસ દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો થકી જાગૃતતા લાવવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ  સેકટર -7 મહેશ્વરી સમાજના ઉપપ્રમુખ દેવજીભાઈ ડી.રોશિયાએ સમાજને કોમ્પ્યુટરની ભેટ અર્પણ કરી હતી. જે માટે  સમાજ  વતી આભારની લાગણી વ્યકત કરાઈ હતી.આ વેળાએ નાગશીભાઈ નોરિયા,માયભાઈ થારૂ, શિવજીભાઈ વિગોરા, રમેશભાઈ  બડિયા, રામલાલ શિરોખા, નિતેશભાઈ લાલણ, બાબુભાઈ જીંજક, લાલચંદ ગડણ, લક્ષ્મણભાઈ થારૂ, અર્જુનભાઈ થારૂ સહિતનાએ હાજરી આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer