નુંધાતડ-કનકપર અને હાજાપર રસ્તે બાવળની ઝાડી હટાવાઈ

નુંધાતડ-કનકપર અને હાજાપર રસ્તે બાવળની ઝાડી હટાવાઈ
હાજાપર (મિંયાણી), તા. 7 : નુંધાતડથી કનકપર તેમજ નુંધાતડથી હાજાપર અને હજાપરથી મિયાણી જવાના અંદાજે 12 કિ.મી.ના રસ્તાની બંને સાઈડ ઉપર ઝાડી-ઝાંખરા ફેલાયેલા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડતી હતી. કોંગ્રેસ અગ્રણી હનીફબાવા પઢિયારના ધ્યાને આવતાં તેમણે સ્વખર્ચે મશીનો મોકલી 12?કિ.મી.ના રસ્તાઓને નડતરરૂપ ઝાડી હટાવાઈ હતી. સેવાકાર્ય બદલ અબડાસા સરપંચ સંગઠનના ઉપપ્રમુખ જટુભા સોઢા, અબડાસા સરપંચ સંગઠનના મહામંત્રી રજાકભાઈ હિંગોરા, સોઢા રૂપસંગજી, રાજેશ ભાનુશાલી, નવીન ભાનુશાલી, બુધિયાભાઈ, ગુંસાઈ શંભુગર, વિજય જોષી, શામજીભાઈ મહેશ્વરી તથા હાજાપર મિયાણીના ગ્રામજનો તેમજ કનકપરના શાંતિલાલ પટેલ, વાડીલાલ પોકાર, ગોવિંદભાઈ પટેલ વગેરેએ તેમને બિરદાવ્યા હતા. આગેવાનો અને ગ્રામજનોએ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. સામાજિક અગ્રણી હાફીઝભાઈ પઢિયારે આ ઝાડી હટાવવાની કામગીરી પૂર્ણ કરવા હનીફબાવા પઢિયારના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer