મહામારીને નાથવા લોકો અને વેપારીઓ ગાઇડલાઇનને અનુસરે

ભુજ, તા. 7 : શહેરના વેપારીઓ, ઉદ્યોગકારો અને જનતાને ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશને કોરોના સંક્રમણ અટકાવવા માટે સહિયારા પ્રયાસ કરીને સરકારની ગાઇડલાઇનનો અમલ કરવા અપીલ કરી છે.ચેમ્બર પ્રમુખ અનિલભાઇ ગોર તથા તેમની ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગાઇડલાઇનનું સંપૂર્ણપણે ફરજિયાત પાલન કરવા તંત્રને મદદરૂપ બનવું જોઇએ. વેપારી આલમ તથા ઉદ્યોગકારોએ પોતાના ધંધાકીય સંકુલ સંપૂર્ણ સેનિટાઇઝ કરાવી ગ્રાહકોને પણ હાથ સેનિટાઇઝ કરવાની સુવિધા આપવા, સલામત અંતર રાખવા, માસ્કનો ઉપયોગ અચૂક કરવા અને કરાવવાનો સંકલ્પ લેવામાં આવે તો જ મહામારી પર કાબૂ મેળવી શકાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer