38 કેસ સાથે કચ્છમાં કોરોના બેકાબૂ

ભુજ, તા. 7 : કચ્છમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ બનવા ભણી આગળ ધપી રહ્યું હોય તેમ 108 દિવસ એટલે કે સાડા ત્રણ મહિના બાદ કોરોનાના 38 કેસ નોંધાતા કોરોનાના કેસમાં વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ?છે. 19મી ડિસેમ્બરના દિવસે નોંધાયેલા 38 કેસ બાદ આજે ફરી એ જ આંક પર કેસ પહોંચ્યા હતા. 26 સપ્ટેમ્બરના દિવસે નોંધાયેલા 42 કેસ બાદ નવા કેસનો આંક બીજો સર્વોચ્ચ હોવાનું તંત્ર દ્વારા જારી કરાતા સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. સપ્ટેમ્બર બાદ સંક્રમણનો દોર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. તો એક અઠવાડિયામાં જ 204 લોકો કોરોનામાં સપડાતાં એક અઠવાડિયામાં નોંધાયેલ કોરોનાનો આંક સર્વોચ્ચ હોવાથી સ્થિતિ વધુ વિકટ?બની રહી હોવાનું નજરે ચડી રહ્યું છે.જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વિસ્તર્યો હોય તેમ તમામ દશેય તાલુકામાં કોરોના કેસની હાજરી જોવા મળી છે. જિલ્લા મથક ભુજમાં સૌથી વધુ 13 કેસ સાથે અંજારમાં 8, ગાંધીધામમાં 5, માંડવીમાં 3, ભચાઉ-મુંદરા-નખત્રાણામાં 2-2, રાપર-અબડાસામાં 1-1 કેસ નોંધાયા છે. 22 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.જિલ્લામાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 5223 પર પહોંચવા સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4850 પર પહોંચી છે. સક્રિય કેસમાં ચિંતાજનક વધારો જારી રહ્યો હોય તેમ 16 કેસના વધારા સાથે સક્રિય કેસ 261 પર પહોંચ્યા છે. જિલ્લામથક કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું હોય તેમ સતત બીજા દિવસે સર્વાધિક કેસ અહીં નોંધાયા છે.શહેરી વિસ્તારમાં 21 તો ગ્રામ્ય વિસ્તારમાં 17 કેસ સાથે સંક્રમણનો વ્યાપ હવે ચિંતાજનક રીતે વકરી રહ્યો છે.જિલ્લાની હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યા હવે 632 પર પહોંચી છે જેમાં સરકારીના 516 અને ખાનગીના 116 બેડનો સામવેશ થાય છે. - આજથી રોજ 15 હજારને રસી અપાશે : કોરોના રસીકરણમાં આવેલી ઘટ અને બુધવારે લોકોને રસી ન મળવાના કારણે રસી ખૂટી ગઇ?હોવાની વહેતી થયેલી વાતો અંગે સી.ડી.એચ.ઓ. ડો. જનકભાઇ?માઢકે જણાવ્યું કે, બુધવારે મમતા દિવસના કારણે રસીકરણ બંધ કરાયું હતું. ગુરુવારથી રોજ 15 હજાર ડોઝ અપાશે. રસી અગાઉ પણ ખૂટી નથી, હજી પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રસીની કોઇ જ તંગી નથી. - આજે 500 રેમડિસિવીર આવશે : કચ્છમાં પણ રેમડિસિવીર ઇન્જેક્શનની ખેંચ વર્તાઇ રહી છે તેવા ટાંકણે કચ્છમાં કોરોનાના દર્દીઓનું પ્રમાણ ઓછું હોવાનું માનીને અમદાવાદથી કોરોનાના દર્દીના સંબંધીઓ ભુજ સુધી મોબાઇલથી રેમડિસિવીર મેળવવા માટે સંપર્ક કરી રહ્યા હોવાના હેવાલ પ્રાપ્ત થયા છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની અગત્યતા નક્કી કરવી પડે એટલી હદે રેમડિસિવીર ઇન્જેક્શનનો જથ્થો ઘટી ગયો છે તે સામે હાશકારો થાય તેવા હેવાલ મળ્યા છે.પૂર્વ ડી.ડી.ઓ. રહી ચૂકેલા સરકારી દવાનો પુરવઠો પૂરો પાડતા ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના એમ.ડી. પ્રભવ જોશીનો સંપર્ક કરતાં તેમણે કચ્છ માટે 500 રેમડિસિવીર ઇન્જેક્શન મોકલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું, જે ગુરુવારે સાંજ સુધી આવી જવાની સંભાવના છે. - કોવિડ માટે ચાર હોસ્પિટલની દરખાસ્ત : પૂર્વ અને પશ્ચિમ કચ્છની મળી ચારેક હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવારની મંજૂરી મળવા દરખાસ્ત કરાઇ?હોવાનું સી.ડી.એચ.ઓ. ડો. કશ્યપ બૂચે જણાવ્યું જેમાં ભુજની લેવા પટેલ હોસ્પિટલ ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલ વગેરે ચારેક હોસ્પિટલની ફાયર એનઓસી વગેરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર કચેરી દ્વારા જરૂરી તપાસ બાદ મંજૂરીની પ્રક્રિયા આગળ વધશે.- કોરોનાની તમામ ટેસ્ટિંગ કીટ પૂરતી : કચ્છમાં કોરોનાના પરીક્ષણ માટે આરટી-પીસીઆરના સેમ્પલ જી.કે. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલો ઉપરાંત તમામ સી.એચ.સી.માં લેવાય છે અને સરકારી લેબમાં પરીક્ષણ અર્થે મોકલાય છે. આવી આરટી-પીસીઆરની ટેસ્ટિંગ કીટ?પૂરતી હોવાનું સી.ડી.એચ.ઓ. ડો. જે. ઓ. માઢકે જણાવ્યું હતું. ડો. માઢકે વધુમાં જણાવ્યું કે, રેપિડ એન્ટિજન ટેસ્ટની કીટ પણ પૂરતા જથ્થામાં છે. ગુરુવારે ત્રણ હજાર રેપિડની વધુ કીટ આવી રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer