નંદાસર કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
રાપર, તા. 7 : ભચાઉ તાલુકામાં નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે એક મહિલા, સહિત ચાર જણાના મોત થયાની ઘટના તાજી જ છે ત્યારે ગત સાંજે રાપર તાલુકાના નંદાસર નજીક પરિણીતા રજીનાબેન કરીમ સમા (ઉ.વ.28)નું તત્કાળ મોત નીપજયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી મહિલાએ કોઈ પણ કારણોસર નંદાસર ગામની કેનાલમાં ઝંપલાવ્યું હતું. પાણીમાં ડૂબી જવાથી તેણીનું મોત નીપજયું હતું. ગામના લોકોને જાણ થતા મોડી રાત્રિના ગામના લોકોને જાણ થતાં મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હતભાગી મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે બાબત અકળ છે. આ અંગે પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પી..એસ.આઈ. એચ.એમ. પટેલ ચલાવી રહ્યા છે.