ભુજ-ગાંધીધામમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ થશે

ભુજ, તા. 7 : ગુજરાત સરકારના તારીખ 06/04 ના હુકમથી રાજયમાં કોવિડ-19 ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઇ રહેલ છે. આ બાબતની ગંભીરતા ધ્યાને લેતાં હાઇકોર્ટના સૂચનને ધ્યાને લઇ કોરોનાના સંક્રમણને અટકાવવા  07/04 થી 30/04 સુધી રાજયના ર0 શહેરોમાં રાત્રિના 08.00 કલાકથી સવારના 06.00 કલાક સુધી રાત્રિ કફર્યુ અમલમાં મૂકેલ છે. જિલ્લાના ભુજ શહેર અને ગાંધીઘામ શહેરનો સમાવેશ કરાયો છે.  કલેકટર પ્રવીણા ડી.કે.એ  કરાયો છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સીઆર.પી.સી.) 1973ની કલમ -144 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-19 રેગ્યુલેશન્સ, ર020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-34 થી તેમને મળેલ અધિકારની રૂએ ભુજ શહેર અને ગાંઘીધામ શહેરમાં તારીખ 07/04/2021થી તારીખ 30/04/2021 સુધી દરરોજ રાત્રિના 08.00 કલાકથી સવારના 06.00 કલાક સુઘી રાત્રિ કફર્યુ રહેશે. આ સમયગાળામાં લોકોએ મકાનની બહાર નીકળવું નહિ તેમજ કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહિ. સમગ્ર જિલ્લામાં તારીખ 10/04 થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 100 થી વધુ વ્યકિતઓ એકઠા કરી શકાશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. કફર્યુના સમયના કલાકો દરમ્યાન ભુજ શહેર અને ગાંધીધામ શહેરમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ. જિલ્લામાં તારીખ 07/04/2021 થી તારીખ 30/04/2021 સુઘી રાજકીય, સામાજીક અને અન્ય મેળવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સમગ્ર કચ્છ જીલ્લામાં કોઇપણ  ગેધરિંગમાં 50 થી વઘુ વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ. જીલ્લાની ખેત ઉત્પાદન બજાર  સમિતિઓએ પણ કોવિડ-19 અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તારીખ 30/04 સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિવાર-રવિવારના બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખૂબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer