ગાંધીધામની બજાર કર્ફ્યૂના અડધો કલાક પૂર્વે બંધ થશે

ગાંધીધામ, તા. 7 : કોરોના સંક્રમિતોનો આંક ઉંચકાતા રાજય સરકાર દ્વારા ગાંધીધામ શહેરમાં 8 વાગ્યાથી કફર્યૂ લાદવાની જાહેરાત બાદ  ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખે કફર્યૂના  અડધો કલાક પહેલાં જ દુકાનો બંધ કરવા અનુરોધ કર્યો હતો. વેપારી મંડળના પ્રમુખ  રાજુભાઈ ચંદનાણીએ  કહયુ હતુ કે સરકાર દ્વારા આજથી તા.30/4 સુધી  રાત્રિના 8થી  સવારે 6 વાગ્યા સુધી કફર્યૂ   જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે  આ નિર્ણયમાં સહકાર આપી તમામ વેપારીઓઁએ  સાંજના 7.30 વાગ્યા સુધી  દુકાન  વધાવી  વેપાર અને ધંધા  બંધ  કરવા જોઈએ. જેથી  દુકાનોમાં  કામ કરતા કર્મચારીઓ કફર્યૂ શરૂ થવાના સમય  8 વાગ્યા પૂર્વે  પોતાના  ઘરે પહોંચી શકે. જેથી અડધો કલાક વહેલા બજાર બંધ કરવા તેમણે અપીલ કરી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer