છેડતીના કેસમાં પકડાયેલા ત્રણ આરોપીને મળ્યા જામીન
ભુજ, તા. 7 : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ મથકમાં દાખલ થયેલા સગીર વયની કન્યાની છેડતીના પોકસો ધારા સહિતની કલમોવાળા કેસમાં ત્રણ આરોપીને જિલ્લા અદાલત દ્વારા જામીન અપાયા હતા. અંજાર સ્થિત જિલ્લા અદાલતમાં અધિક સેશન્સ જજ સમક્ષ આ જામીન અરજીની સુનાવણી થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી આરોપી રઘુ ઉર્ફે પપ્પુ હોથી કોળી, રોહિત રઘુ ઉર્ફે પપ્પુ કોળી અને હિતેશ રઘુ ઉર્ફે પપ્પુ કોળીને જામીન આપતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે પી.આર. પ્રજાપતિ રહયા હતા.