ડુમરાને જોડતા ત્રણ રસ્તાના કામો માટે સાત કરોડ મંજૂર થતાં આનંદ
ડુમરા (તા. અબડાસા), તા. 7 : અબડાસા તાલુકાના ડુમરા વિસ્તારના વરસોથી ટલ્લે ચડેલા માર્ગોના કામ મંજૂર કરવા લોકપ્રતિનિધિઓએ હકારાત્મક પ્રતિભાવ આપી માર્ગોને મંજૂર કરાવતાં ડુમરા વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઇ?છે. વરસોથી અટકેલા ત્રણ માર્ગના કામો રૂા. સાતેક કરોડના ખર્ચે મંજૂર કરાયા છે. આ અંગે ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના પ્રમુખ?ચેતન ગોર, ગામના સરપંચ રાજેશ્રીબેન ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય જયદેવસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ડુમરાથી સાંધાણ ચાર કિ.મી.નો રોડ કાચો હતો જેને પાકો બનાવવાના કામને ચાર કરોડના ખર્ચે મંજૂર કરાયો છે. તો ડુમરાથી લઠેડી સુધીના સાત કિ.મી.ના માર્ગને પહોળો કરી નવેસરથી ડામર કરાવવાના કામને રૂા. બે કરોડના ખર્ચે મંજૂરી અપાઇ?છે. તો લઠેડીથી મડદદાદા સ્થાનક સુધીનો બે કિ.મી.નો રસ્તો કાચો હતો જ્યાં પાકી સડક બનાવવાના કામને એક કરોડના ખર્ચે મંજૂર કરાયો છે. આ માર્ગના કામો વરસોથી અટકેલા હતા. સાંસદ વિનોદભાઇ?ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે આસપાસના ગામોના લોકોએ રજૂઆત કરતાં જેને હકારાત્મક પ્રતિસાદ મળતાં આ કામોને મંજૂરી અપાઇ?છે. ગ્રામજનોએ હજી બે માર્ગોના કામ અટકેલા હોતાં જેને પણ તાત્કાલિક મંજૂરી મળે તેવી પણ માગણી દોહરાવી હતી, જેમાં ડુમરાથી આનંદેશ્વર મંદિર સુધીનો ત્રણ કિ.મી.નો માર્ગ અને કોટાયાથી વીઢ સુધીનો સાત કિ.મી.ના માર્ગ પર પાકી સડક બનાવાય તેવી માંગ કરી છે. ડુમરા ઉપરાંત સાંધાણ સરપંચ જયવીરસિંહ જાડેજા, છછી-ધુવઇના જુમા સંઘાર, લઠેડીના રવિભાઇ?રાજગોર અને અન્ય ગ્રામજનોએ લોકપ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.