કોરોના રસીકરણમાં અન્ય સેવાના ક્ષેત્રોને પણ સાંકળવાની માગણી

ગાંધીધામ, તા. 7 : કોરોના કેસોનો આંક ઊંચકાયો છે ત્યારે જુદી-જુદી સેવાઓ સાથે સંકળાયેલા 18 થી 45 વર્ષના લોકોને કોરોનાની રસી આપવા ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખે તંત્ર સમક્ષ માંગ કરી હતી. વિપક્ષના સંજય ગાંધીએ  જિલ્લા કલેકટરને પાઠવેલા એક પત્રમાં જણાવ્યું હતું કે  બી.પી.ઓ., બ્રોકર, કુરીયર, કારગો, ડેકોરેશન અને ઠેકેદાર, શિક્ષણ અને તાલીમ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ઈન્ડસ્ટ્રીઝ સર્વિસ, વીમા, લીગલ, રીયલ એસ્ટેટ સહિતના  ક્ષેત્રમાં   કાર્ય  કરી સેવા આપતા 18 થી 45વર્ષના લોકોને રસી આપવાની જરૂરીયાત છે. આ ક્ષેત્રો  દેશના વિકાસ માટે  આ ક્ષેત્રમાં જોડાયેલા  લોકોમાં સંક્રમિત થવાનો  ભય તોળાઈ રહયો છે. જેથી આ વર્ગમાં રસીકરણ  માટે  મંજૂરી આપવામાં આવે. કોરોનાની બીજી લહેરમાં   શહેરમાં  વેપાર -વાણિજયને બંધ કરવા કરતા આ દિશામાં કાર્યવાહી કરવા તેમણે માંગ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer