ભુજ સુધરાઇના કર્મચારીઓને વિદાય-માન વખતે હક્કો પણ મળવા જોઇએ

ભુજ, તા. 7 : તાજેતરમાં ભુજ સુધરાઇના નિવૃત્ત કર્મચારીને વિદાયમાન વેળાએ પ્રમુખની ગાડીમાં તેમના ઘેર મૂકવા જવાની પરંપરા શરૂ કરતાં તેમને આવકાર અપાયો છે, પરંતુ આ ઠાલી શુભેચ્છાઓ સાથે નિવૃત્તિના હક્કો પણ શરૂ કરવાની માંગ ઊઠી છે. નિવૃત્ત કર્મચારીઓ વતી ભૂપેન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જન્મ-મરણ શાખાના મહિલા કર્મચારી નિવૃત્ત થયા, તેમને વિદાયમાન મળ્યું તે આનંદની વાત છે, પણ તેમને અંતિમ દિવસે આટલા વર્ષોની નોકરી બાદ જીવનની મૂડીસમાન વીમાની રકમ, પી.એફ., ગ્રેચ્યુઇટી, રજા પગાર, મંડળીની રકમ જેવો એકાદ ચેક પણ મળ્યો હોત તો કાર્યક્રમ સાર્થક થાત. જૂની પરંપરા એવી હકી કે તેમને તે જ દિવસે તમામ ચેક મળી જતા હતા. નવા પ્રમુખ તે પુન: શરૂ કરાવે તેવું કર્મીઓ ઇચ્છે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer