ભા, ભલે હલી ન શકોં પણ વોટ ડીણું ખપે...

ભા, ભલે હલી ન શકોં પણ વોટ ડીણું ખપે...
નલિયા-ભુજ, તા. 28 : સ્થાનિક સ્વરાજ્યની અબડાસા તાલુકામાં તા.પં.ની 18 અને જિ.પં.ની 3 બેઠક માટે આજે યોજાયેલાં મતદાનમાં હરીફ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં સીલ થયું હતું. તાલુકા પંચાયતની સીટ પર એકાવન ઉમેદવાર, જ્યારે જિલ્લા પંચાયત ઉપર 9 ઉમેદવાર કિસ્મત અજમાવી રહ્યા છે. આજે મતદાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. લોકશાહીનાં પર્વ સમાન આ ચૂંટણીમાં લોકોએ ઉમંગથી મતદાનમાં ભાગ લીધો હતો. તા. પં.ની 18 બેઠક પર 63.94 ટકા જ્યારે જિ.પં.ની 3 બેઠકો માટે 63.94 ટકા મતદાન થયું હતું. ગામડાઓમાં મતદાન માટે લાંબી કતારો લાગી હતી. તો લઘુમતી વસતીવાળા ગામડાઓમાં મધ્યમથી ભારે મતદાન થયું હતું. રામપર (અબડા)વાળી બેઠક પર ખામી સર્જાતાં વોટિંગ મશીન બદલવામાં આવ્યું હતું. તો બેરા ગામે પણ ઇ.વી.એમ. ક્ષતિગ્રસ્ત બની ગયું હતું. અલબત્ત, થોડીક ક્ષણોમાં ક્ષતિ નિવારવામાં આવી હતી. પ્રારંભિક બે કલાક દરમ્યાન મતદાન નીરસ રહ્યું હતું. 7.23 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ તેમ મતદાનમાં તેજી આવી હતી. આજે સવારે કોવિડની ગાઇડ લાઇન મુજબ મતદાનનો આરંભ થયો હતો. પ્લાસ્ટિકના હાથમોજા, સેનિટાઇઝર, માસ્ક ઉપરાંત ગનથી મતદારના ટેમ્પરેચરની ચકાસણી બાદ જ મતદાન મથકમાં પ્રવેશ અપાયો હતો.આ વખતે વીવીપેટ ઇ.વી.એમ. સાથે કનેક્ટિવિટીનું જોડાણ ન હતું. જેથી મત આપનારને ડિસ્પ્લે પર કોને મત ગયો તે જોવા મળ્યું ન હતું. એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. જિલ્લા પંચાયતની નલિયા બેઠક પર 62.34 ટકા મતદાન થયું હતું, જેમાં 8675 પુરુષ અને 7108 ત્રી મતદારોએ કુલ 15,883 મતદારોએ મતદાન કર્યું હતું. મોથાળા બેઠક પર 64.03 ટકા જેમાં 10833 પુ., 9226 ત્રી,  કુલ 20059, વાયોર બેઠક પર 65.36 ટકા જેમાં 9430 પુ., 8091 ત્રી, કુલ 17521 મતદારોએ મતદાન કર્યું હતું. તાલુકા પંચાયતની 18 બેઠકો પર પણ એકંદર 63.94 ટકા મતદાન થયું હતું. જેમાં 28937 પુરુષ, 24525 ત્રી, કુલ 53462 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં બાંડિયા બેઠક પર 65.43 ટકા 1553 પુ., 1430 ત્રી, કુલ 2983, બેર મોટી 67.01, 1779 પુ., 1502 ત્રી, કુલ 3281, ભાનાડા 67.58, 864 પુ., 690 ત્રી કુલ 1553, બિટ્ટા 58.62,1316 પુ., 1142 સ્ત્રી, કુલ 2458, ડુમરા 60.85, 1851 પુ. 1504 ત્રી, કુલ 3355, જખૌ 60.63, 1463 પુ., 1249 ત્રી, કુલ 2712, ખીરસરા (કો.) 66.97 ટકા 1840 પુ., 1653 ત્રી, કુલ 3493, કોઠારા 66.19 ટકા 1685 પુ., 1393 ત્રી, કુલ 3078, મોથાળા 56.69, 1699 પુ., 1349 ત્રી, કુલ 3048, નલિયા-1 52.36, 1443 પુ., 1133 ત્રી, કુલ 2576, નલિયા-2 58.05, 1391 પુ., 1154 ત્રી, કુલ 2545, નરેડી 54.77 ટકા 1293 પુ., 1146 ત્રી, કુલ 2439, રામપર (અ.) 69.01, 1716 પુ., 1451 ત્રી, સુથરી 71.88 ટકા, 1829 પુ., 1589 ત્રી, કુલ 3418, તેરા 60.39, 1571 પુ., 1404 ત્રી, કુલ 2975, વરાડિયા 71.77 ટકા 2339 પુ., 2060 ત્રી, કુલ 4399, વાયોર 72.95 ટકા 1495 પુ., 1162 ત્રી, કુલ 2657, વિંઝાણ 71.69 ટકા જેમાં 1811 પુ., 1514 ત્રી મળી કુલ 3325 મતદારોએ મતદાન કર્યું હતું. પંચાયત રાજના પ્રતિનિધિઓ માટે આજે મતદાનની સ્થિતિ જાણવા કચ્છમિત્રની ટીમ છેવાડાના અબડાસાના અંતરિયાળ ગામોમાં પહેંચી હતી. ઝારાના યુદ્ધ વખતે શૂરવીરતાના દાખલા બેસાડી ચૂકેલા વિંઝાણ ગામે મતદારોની બંને બૂથમાં લાઇનો લાગી હતી. પ્રવેશ દ્વારે જ મતદાન કરીને કાખઘોડીથી બહાર આવતાં સારૂબેન હાલેપોત્રા નામનાં વૃદ્ધાને પૂછ્યું તે તેમણે હસતે-હસતે જવાબ આપ્યો `ભા ભલે હલી ન શકો પણ મત તાં ડીણું ખપે... એવા જ અપંગ વૃદ્ધા રોમતબાઇ હાલેપોત્રાને બે જણ લઇને વાહનમાં બેસાડતા હતા. તેમણે કહ્યું, કઇ વરેં થ્યા વોટ ડિયાંતી જીરી હુંધીશ ત્યાં સુધી ડિંધીશ... બપોરે 12 વાગ્યા સુધીમાં એક બૂથમાં 264 મત પડયા હતા તો બીજામાં 1077માંથી 379નું મતદાન થયું હતું. આગળ જતા ખિરસરા (વિં) ગામે 12-30 વાગ્યે 258 મતો મશીનમાં કેદ થઇ ચૂકયા હતા. મુસ્લિમોની મુખ્ય વસ્તીવાળા ગામમાં જાણે કોરોનાનો છેદ ઉડી ગયો હતો તેવી અંતર વગરની લાઇનો લાગી હતી. પરંતુ અહીં હોંશે-હોંશે પ્રથમ વખત મતદાન કરવા આવતો 19 વર્ષિય બંને હાથથી દિવ્યાંગ મહંમદ શકીલ હિંગોરાએ કહ્યું પહેલી વખત આવ્યો છું. ખુબ આનંદ છે પણ મશીન જોવાનું મન ખૂબ જ થાય છે.આગળ જતા નાનકડા મંજલ ગામે પહોંચ્યા તો મતદાન ઓછું હતું. એક વાગ્યે 720 મતમાંથી માત્ર 151 વોટીંગ થયું હતું. બાજુના નારાણપર, રાયધણજરમાં પણ કયાંક લાઇનો દેખાઇ હતી.અબડાસાના ભવાનીપર, કનકપર, નરેડી વગેરે ગામોમાં મતદારોમાં ઉત્સાહ દેખાતો હતો. નરેડી ગામમાં મતદારોને હાલાકી થવાની ફરિયાદો ઉઠી હતી. ઓળખ પત્રકમાં કયાંક દાગ હોવાથી મતદારોને મતદાનથી વંચિત રખાયા હોવાની ફરિયાદ કોંગ્રેસના એજન્ટ વસીમ રાયમાએ કરી હતી. તેમણે જણાવ્યું કે, 15થી 20 વોટર પરત ચાલ્યા ગયા છે તો વિકલાંગોને અન્યો પકડીને પોતે મત આપે છે તેવો આક્ષેપ કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer