મુંદરા તાલુકા-જિલ્લા પંચાયત માટે 72 ટકા મત પડયા

મુંદરા તાલુકા-જિલ્લા પંચાયત માટે 72 ટકા મત પડયા
મુંદરા, તા. 28 : સ્થાનિક તાલુકા પંચાયતની ચૂંટણીમાં 72 ટકા મતદાન થયું છે. અલગ અલગ 90 મતવિસ્તારોમાં સમાવિષ્ટ 18 તા.પં.ની બેઠક ઉપર સરાસરી 72 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન ઝરપરા-2 ઉપર 85.52 ટકા જ્યારે સૌથી ઓછું નાના કપાયા-1 ઉપર 59.05 ટકા મતદાન નોંધાયું છે. સીટ પ્રમાણે ટકાવારી જોઈએ તો ભદ્રેશ્વરની તા.પં.ની સીટ નીચે આવતા 6 ગામોમાં 64.89 ટકા મતદાન થયું છે. એ જ રીતે છસરા બેઠક નીચે આવતા 6 ગામોના મતદાનની ટકાવારી 72.97 ટકા, દેશલપર તા.પં. બેઠક નીચે આવતા 6 ગામોની મતદાનની ટકાવારી 72.55 ટકા, ગુંદાલા બેઠક નીચે આવતા 5 ગામોની મતદાનની ટકાવારી 69.11 ટકા જ્યારે લાખાપર ગ્રા.પં.ની બેઠક નીચે આવતા 7 ગામોના મતદાનની ટકાવારી 82.83 ટકા, મોટા કાંડાગરા તા.પં.ની સીટ નીચે આવતા 5 ગામોની ટકાવારી 74.79 ટકા, મોટા કપાયા તા.પં.ની સીટ નીચે આવતા 5 ગામોમાં 76.42 ટકા મતદાન થયું છે. એ જ રીતે મોટી ભુજપુર-1 નીચે આવતા પાંચ મતવિસ્તારોમાં 75.47 ટકા, મોટી ભુજપુર-2માં સમાવિષ્ટ 6 ગામોમાં 77.56 ટકા, નાના કપાયા-1 સીટ નીચે સમાવિષ્ટ 3 મત વિસ્તારોમાં 59.05 ટકા મતદાન થયું છે. આ સૌથી ઓછું મતદાન છે. નાના કપાયા-2 સીટમાં સમાવિષ્ટ 4 મત વિસ્તારોમાં 59.51 ટકા, પત્રી તા.પં. સીટ નીચેના 5 ગ્રામ્ય વિસ્તારોમાં 72.64 ટકા મતદાન થયું છે. રામાણિયા તા.પં. સીટ નીચેના 5 ગામોના મતદાનની ટકાવારી 69.67 ટકા મતદાન થયું છે. સાડાઉની તા.પં.ની બેઠક નીચે આવતા 5 મતવિસ્તારમાં 74.47 ટકા મતદાન થયું છે. સમાઘોઘા તા.પં. બેઠક નીચે આવતા 3 મતવિસ્તારની મતદાનની ટકાવારી 66.59 થાય છે. ઝરપરા-1 તા.પં. બેઠક નીચે આવતા 4 મત વિસ્તારોની ટકાવારી 79.37 અને ઝરપરા-2માં સમાવિષ્ટ 3 મતવિસ્તારોના મતદાનની ટકાવારી 85.52 ટકા થાય છે. આમ કુલ 18 તા.પં.ની બેઠકનું મતદાન 72 ટકા થાય છે. ગામ પ્રમાણે જોઈએ તો સૌથી ઊંચી મતદાનની ટકાવારી ટુંડા વાંઢ ગામની 96.50 જ્યારે સૌથી ઓછું મતદાન નાના કપાયા-5 ઉપર 34.60 ટકા મતદાન નોંધાયું છે.દેશમાં ચારણોની સૌથી વધુ વસતી ધરાવતા ઝરપરા ગામે?6 મત વિસ્તાર ક્ષેત્રની સરાસરી મતદાન ટકાવારી 80.11 થઈ છે જ્યારે કસ્ટોડિયલ ડેથના પગલે જિલ્લા અને રાજ્યમાં ગાજેલા સમાઘોઘા ગામે 66.69 ટકા મતદાન થયું છે.આજે તા. અને જિ. પંચાયતની ચૂંટણીના અનુસંધાને કરેલા પ્રવાસ દરમ્યાન મતદાનની સંપૂર્ણ?પ્રક્રિયા શાંતિ પૂર્ણ ચાલતી જોવા મળી હતી. ચાની કિટલી સતત ફરતી રહી હતી. ઉમેદવારો અને તેમના ટેકેદારો મતદારોને માર્ગદર્શન આપી રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી  ન હતી.ચૂંટણી ફરજપરનો સ્ટાફ કોવિડ-9ની માર્ગદર્શિકા મુજબ  મતદાન કરાવી રહ્યો હતો. તેમ તાલુકા મથકનો અધિકારી વર્ગ પણ મીડિયાને ઝડપથી માહિતી પૂરી પાડતો હતો. દિવસ દરમ્યાન જિ.પં.ની 4 અને તાલુકા પંચાયતની 18 બેઠક ઉપર એક દિન કા રાજાએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. કંઠીપટ્ટની તા.પં.ને કસવાળી તા.પં. તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોના મતદાનની ટકાવારી 5.6 ટકા ઊંચી રહેવા પામી હતી. ક્યાંય મતદાનનો બહિષ્કાર સાંભળવા મળ્યો ન હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer