અમિતાભની તબિયત બગડી : ઓપરેશન કરાવવું પડશે

મુંબઈ, તા. 28 : દેશ-દુનિયામાં ફેલાયેલા વિશાળ ચાહક સમુદાયને ચિંતા કરાવે તેવા સમાચારમાં મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી છે અને ઓપરેશન પણ કરાવવું પડશે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા બિગ-બીએ બ્લોગ પરથી ખુદ આ અંગે જાણકારી આપી હતી. જો કે, ઓપરેશન શેનું થશે, ક્યારે થશે, તે જાણી શકાયું નથી.હાલ તુરત તો પ્રશંસકો, સિનેજગત દંતકથા સમાન અભિનેતાના સત્વરે સાજા થવા માટેની દુઆ, પ્રાર્થનાઓ કરી રહ્યંy છે. ઉલ્લેખનીય છે કે, 15મી ફેબ્રુઆરીના દિવસે 78 વર્ષીય અમિતાભ બચ્ચને ફિલ્મ જગતમાં બાવન વર્ષ પુરાં કર્યાં હતાં. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer