વર્માનગર ખાતે પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત

ભુજ, તા. 28 : લખપત તાલુકાના વર્માનગર ગામે 11 દિવસ અગાઉ ઝેરી જંતુનાશક દવા પી જનારી રત્નાબેન અરવિંદભાઈ કોળી (ઉ.વ. 35)નું સારવાર દરમ્યાન મૃત્યુ થયું  હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મરનાર પરિણીતા વાડીમાં ખેતમજૂરીનું કામ કરતી હતી. દરમ્યાન ગત તા. 17મીએ તેણે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ભુજ ખસેડાયા બાદ જનરલ હોસ્પિટલમાં આજે સવારે સારવાર દરમ્યાન તેણે દમ તોડયો હતો. બનાવ પછવાડેના કારણો હજુ બહાર આવ્યા નથી. નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer