કોવિડ-19ની માર્ગદર્શિકાની મુદ્દત 31મી માર્ચ સુધી વધી

ભુજ, તા. 28 : સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, તેમ છતાં કોવિડ-19નાં સંક્રમણને રોકવા તથા તેને નાબૂદ કરવા વખતોવખત માર્ગદર્શિકા અમલમાં જાહેર કરાઈ છે, જેનાં પગલે ભારત સરકારના હુકમથી અમલમાં મુકેલી માર્ગદર્શિકાની સમયમર્યાદા આગામી તા. 31/3/2021 સુધી લંબાવવામાં આવી છે. જિલ્લા મેજિ. પ્રવિણા ડી. કે.  દ્વારા ફોજદારી કાર્યરિતી અધિનિયમ (સીઆરપીસી) 1973 (1974ના નં.?2)ની કલમ-144 અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-19 રેગ્યુલેશન, 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34થી તેમને મળેલા અધિકારની રૂએ તા. 31/3 સુધી લંબાવવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer