રોહિત કારકિર્દીના શ્રેષ્ઠ ક્રમાંકે : અશ્વિન ત્રીજા સ્થાને
નવી દિલ્હી, તા. 28 : ભારતીય આક્રમક ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં તેની કેરિયરના બેસ્ટ આઠમા ક્રમ પર પહોંચી ગયો છે. રોહિત શમાએ છ સ્થાનનો કૂદકો લગાવ્યો છે. આથી તે પહેલીવાર ટેસ્ટ ક્રમાંકમાં ટોપ ટેનમાં સામેલ થયો છે. જ્યારે સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ત્રીજા ક્રમ પર પહોંચી ગયો છે.ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં અનુભવી રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલને ફાયદો થયો છે. મોટેરામાં રમાયેલા ડે-નાઇટ ટેસ્ટમાં 11 વિકેટ લેનાર અક્ષર 38મા નંબર પર આવી ગયો છે. જ્યારે અશ્વિન એક સ્થાનના ફાયદાથી ત્રીજા ક્રમે છે. ઇંગ્લેન્ડનો સ્પિનર જેક લિચ પહેલીવાર ટોચના 30 બોલરમાં સામેલ થયો છે. તે ત્રણ સ્થાનના ફાયદાથી 28મા નંબર પર છે.