વિજય હઝારે ટ્રોફી:પડીકલની સતત ત્રીજી સદી

નવી દિલ્હી તા.28: વિજય હઝારે ટ્રોફીમાં કર્ણાટકની ટીમનો યુવા ઓપનર દેવદત્ત પડિકલ પ00 રન પૂરા કરનારો ટૂર્નામેન્ટનો પહેલો ખેલાડી બની ગયો છે. આઇપીએલમાં આરસીબી તરફથી રમી રહેલા પડીકલે વિજય હઝારે વન ડે ટ્રોફીમાં સતત ત્રીજી સદી ફટકારી છે. તેણે આજે રેલવે સામે 14પ રનની આક્રમક ઇનિંગ રમી હતી. આથી કર્ણાટકનો 10 વિકેટે વિજય થયો હતો. દેવદત્ત પડીકલે આ સિઝનમાં પ2, 97, 1પ2, 126 અને 14પ રનની ઇનિંગ રમી છે અને આઇપીએલ પૂર્વે શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે.વિજય હઝારે ટ્રોફીના આજના એક અન્ય મેચમાં પંજાબના બેટધર અભિષેક શર્માએ મધ્યપ્રદેશ વિરૂધ્ધ માત્ર 42 દડામાં સદી ફટકારી હતી. જે લીસ્ટ એ ક્રિકેટમાં ભારતીય બેટધર તરફથી બીજી સૌથી ઝડપી સદી છે. યુસુફ પઠાણે 40 દડામાં સદી કરી હતી. અભિષેક શર્માએ આજે 8 ચોગ્ગા-9 છગ્ગાથી 49 દડામાં 104 રનની ઇનિંગ રમી હતી. જો કે આ મેચમાં પંજાબની મધ્યપ્રદેશ સામે હાર થઇ હતી. મધ્યપ્રદેશ તરફથી આદિત્ય શ્રીવાસ્તવે 246 દડામાં 198 રનની ઇનિંગ રમી હતી. તે ફકત બે રને જ બેવડી સદી ચૂકી ગયો હતો. આથી મધ્યપ્રદેશના પ0 ઓવરમાં 402 રન થયા હતા. જવાબમાં પંજાબની ટીમ 42.3 ઓવરમાં 297 રને ઓલઆઉટ થઇ હતી. આથી અભિષેક શર્માની આતશી સદી એળે ગઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer