મદરેસા-એ-મિન્હાજ મહિલા પાંખ દ્વારા ત્રીજા વર્ષે પ્રવેશોત્સવ ઊજવાયો

મદરેસા-એ-મિન્હાજ મહિલા પાંખ દ્વારા ત્રીજા વર્ષે પ્રવેશોત્સવ ઊજવાયો
ભુજ, તા. 24 : અહીંની મહેંદી કોલોની ખાતે આવેલા મદરેસામાં નાનાં બાળકો અને મોટી ઉંમરનાં મહિલાઓની મદરેસા એ મિન્હાજ દ્વારા દીની તાલીમ અપાય છે. રવિવારે બે વર્ષ પૂર્ણ થતાં પરીક્ષામાં ઉત્તીર્ણ બાળકો અને બહેનોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.મૌલાના સલીમે તિલાવતે કુર્આન પઢ્યા બાદ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે મિન્હાજુલ કુર્આન કચ્છના પ્રમુખ અબ્દુલ હમીદભાઈ, અતિથિવિશેષ પદે સૈયદ અહમદશા બાવા, હાજી યાકુબ સોનારા, રફીકભાઈ સોનારા, ગનીભાઈ સોનારા, કરીમભાઈ લોહાર, ડો. અબ્દુલ ગફુરભાઈ, રમઝાનભાઈ વગેરે ઉપસ્થિત બાળકોને સન્માન્યા હતા. આયોજન ટ્રસ્ટી મૈમુના આપા કાદરી અને યાસ્મિનબેન હાકડાએ કર્યું હતું. સંચાલન ઈમરાન ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમમાં જમાલ જુનેજા, અસ્લમ કુંભાર, ફારૂકભાઈ, શકીર, ઉવેશ, સહેજાદ, સાહિદ, હશનૈન વગેરે સહયોગ આપ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer