ગુજરાતમાં ચૂંટણીના બીજા દિવસે ઉછાળો; નવા 300થી વધુ કેસ

અમદાવાદ, તા. 22 (પ્રતિનિધિ દ્વારા) : ગુજરાતના છ મહાનગરોમાં યોજાયેલી ચૂંટણી સંપન્ન થયાના બીજા દિવસે સોમવારે લાંબા સમય બાદ રાજ્યમાં 300થી વધુ કેસ નોંધાયા હતા. આજે 315 નવા કેસ સામે આવ્યા હતા. બીજી બાજુ વિતેલા 24 કલાકમાં અમદાવાદમાં એક દર્દીનાં મોત સાથે મૃત્યુ આંક 4406 થયો છે. સતત ઘટતા જતા એક્ટિવ કેસ આજે ફરીથી 1700 વટાવીને 1732 થયા છે. જેમાં 30 વેન્ટિલેટર પર છે. જો કે, રાહતની વાત એ છે કે રાજ્યના 10 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. વિતેલા 24 કલાક દરમ્યાન રાજ્યમાં 272 કોરોના દર્દીઓઁ કોરોનાને મહાત આપતાં કુલ 2,61,281 દર્દી સાજા થઇ ચૂકયા છે. અમદાવાદમાં 72, વડોદરામાં 68, સુરતમાં 52, રાજકોટમાં 42, ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા હતા, તો અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ મળીને 10 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધી 8,13,582 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ, જ્યારે 67,300 વ્યક્તિને બીજો ડોઝ આપી દેવાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer