વિશ્વ ટેસ્ટ ચેમ્પિયશિપમાં જીત વિશ્વકપ જીતવા જેવી રહેશે : ઈશાંત
અમદાવાદ, તા. 22 : ઈંગ્લેન્ડ સામે બુધવારે થનારા ડે નાઈટ ટેસ્ટમાં પોતાની કારકિર્દીનો 100મો મેચ રમવા માટે તૈયારી ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્માના કહેવા પ્રમાણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવી ચેમ્પિયન્સ ટ્રોફી કે વિશ્વકપ જીતવા જેવું રહેશે. ન્યૂઝિલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને ત્રીજો ટેસ્ટ કોઈપણ ભોગે જીતવો પડશે. અમદાવાદમાં થનારા મેચ પહેલા ઈશાંત શર્માએ કહ્યું હતું કેપ તેનું પુરૂ ધ્યાન શ્રેણી જીતીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલીફાઈ કરવા ઉપર રહેશે. માત્ર એક જ ફોર્મેટમાં રમતો હોવાથી ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશ્વકપ સમાન છે. જો ફાઈનલમાં રમશે અને જીત મળશે તો વિશ્વકપ કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા જેવો જ અહેસાસ મળશે. ઈશાંત પોતાનો 100મો ટેસ્ટ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રમવા માગતો હતો પણ ઈજાના કારણે શક્ય બન્યું નહોતું.