લોકસમસ્યા ઉકેલની કટિબદ્ધતા વ્યક્ત

ભુજ, તા. 22 : વોર્ડ નં. 8ના નગરપાલિકા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, વોર્ડ નં. 7થી 11ના ચૂંટણી ઈન્ચાર્જ બાપાલાલભાઈ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહજી રાઠોડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, મહામંત્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ, બળવંતસિંહ જાડેજા, લોહાણા મહાજનના મહામંત્રી સતીશભાઈ શેઠિયા, બાલકૃષ્ણભાઈ ઠક્કર, કમલભાઈ કારિયા ડાયરેક્ટર-ભુજ કો.કો.ઓ. બેંક, વીજુબેન રબારી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી, પચાણભાઈ સંજોટ, ઉ.પ્ર. કચ્છ જિલ્લા ભાજપ પ્રવીણસિંહ વાઢેર, પૂર્વ નગરપતિ વિ. મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટયથી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ઉમેદવાર મનુભા ખેતુભા જાડેજાએ શાબ્દિક સ્વાગત કરી છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડ 8માં ભાજપની ટીમે 9 કરોડ સાથે થયેલાં વિકાસકામોથી વાકેફ કર્યા હતા. રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ જોરાવરસિંહ રાઠોડે ભાજપની વિકાસયાત્રાને બિરદાવી ચારે ચાર ઉમેદવારને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી. આ અવસરે પ્રવીણસિંહ વાઢેર, ભરત રાણા (પૂર્વ કારોબારી ચેરમેન), કમલ કારીઆ અને બાલકૃષ્ણ ઠક્કરે ઉમેદવાર મનુભા જાડેજા, ઘનશ્યામભાઈ સી. ઠક્કર, મનીષાબેન સોલંકી અને હેમાબેન સીજુને વિજયી બનાવવા અપીલ સાથે શુભેચ્છા પાઠવી હતી. વોર્ડ નં. 8માં ડોર-ટુ-ડોર પ્રચાર અને સમસ્યા ઉકેલની ખાતરી આપવા બદલ હિરેનભાઈ રાઠોડનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું કે, ભુજની સોસાયટીમાં મોટાભાગના ગરબી ચોક, ગણેશ ચોક અને સાર્વજનિક પ્લોટોમાં 100 ટકા ઈન્ટરલોકના કામો, વિસ્તારના લોકોની તમામ સમસ્યાઓ હલ કરવા ટીમ ભાજપ કટિબદ્ધ છે તેવું ઉમેર્યું હતું. બાપાલાલભાઈ જાડેજાએ માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે લાભશુભ સોસાયટીના પ્રમુખ બળવંતસિંહ સોઢા, નરેન્દ્રસિંહ ઝાલા, મહાવીરનગરના ગણપતસિંહ સોઢા, મીતરાજસિંહ જાડેજા, વાલદાસનગર સોસાયટીના પ્રમુખ જિલ્લા ભાજપના મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા એમની ટીમના ઘનશ્યામભાઈ ગઢવી, રાજુભાઈ ગઢવી, ચિરાગ જોષી, દીપક વાળંદ, બારોટભાઈ, હકુભા પરમાર, અનિરુદ્ધસિંહ જાડેજા, રવિરાજસિંહ ચુડાસમા, રોહિતસિંહ જાડેજા, વોર્ડ નં. 8ની 39 સોસાયટીના પ્રમુખો, રહેવાસીઓ ઉદય વોરા, વિનુદાન ગઢવી, મહાવીરસિંહ જાડેજા, પરેશભાઈ ઠક્કર, સુજાનસિંહ જાડેજા, પ્રભુદાન ગઢવી, આરતીબેન સલાટ, વિમળાબેન, લક્ષ્મીબેન, રાકેશ પંડયા, અમરસંગ સોઢા, મહિપતસિંહ સોઢા, જયદીપ ચાવડા, સુરા પાલા રબારી, થાવરભાઈ રબારી, કરમશીભાઈ રબારી, મેંધા ભીમા રબારી વિ. ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ઉમેદવાર ઘનશ્યામ સી. ઠક્કરે કરી હતી.