ગાંધીધામમાં મહાઠાઠ-જ્ઞાનકથનનું આયોજન

ગાંધીધામમાં મહાઠાઠ-જ્ઞાનકથનનું આયોજન
ગાંધીધામ, તા. 22 : શહેરના જય મોક્ષી મતિયા દેવ ગ્રુપ ધ્વારા મહાઠાઠ -જ્ઞાનકથનનું આયોજન કરાયુ હતું જેમાં બહોળી સંખ્યામાં આસ્થાળુઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અમૃત દાદા માતંગ અને કરશનભાઈ કોચરા ધ્વારા જ્ઞાનકથન કરવામાં આવ્યું હતું. આ વેળાએ વેલજી મતિયા દેવ ટ્રસ્ટ ખંભરાધામના પ્રમુખ દેવજીભાઈ સુંઢા, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચા, નર્મદા નિગમના ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયર દિપેનભાઈ જોડ, સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ લીનાબેન કન્નર, મહામંત્રી અશોકભાઈ કન્નર વગેરે હાજરી આપી હતી. સંસ્થા ધ્વારા અતિથિઓને સન્માનવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં વધેલા ભોજનને સંસ્થા ધ્વારા જરૂરતમંદ ગરીબ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ કાર્યમાં હરહંમેશ સહકાર આપનારા ગાંધીધામ તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ રવિભાઈ દનીચાનું પણ સન્માન કરાયુ હતું. આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ જીતેશ ભાંભી, મહામંત્રી મહેશ જાટ, સંગઠન મંત્રી નિલેશ દાફડા, ભરત માતંગ,કિશન માતંગ, વિજય નિંજાર, મુકેશ ફુફલ, દીપક વાડા, ખુશાલ ઠોઠિયા, નીરજ મેઘાણી વિગેરે સહકાર આપ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer