કાઢવાંઢ-ખડીર રસ્તાનું કામ બંધ, કોન્ટ્રાક્ટરે સાધનો પરત ખેંચી લીધાં
ભુજ, તા. 21 : કચ્છના નવા પ્રવેશદ્વારસમા 35 વર્ષ અગાઉ મંજૂર થયેલા ઘડુલી-સાંતલપુર રસ્તો હજુ પૂરો થતો નથી. ભુજોડીના પુલના કામની જેમ ટલ્લે ચડયે જ જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રોજેક્ટ આગળ વધારવા પીડબ્લ્યુડીમાં રૂપાંતર કર્યો. હજુ કાઢવાંઢથી ખડીર આઠ કિ.મી.નું કામ બંધ છે. કોન્ટ્રાક્ટરે તેનાં કામ માટેનાં સાધનો ટ્રેકટરો-જેસીબી પરત ખેંચી લીધા છે. આ રસ્તાના કાર્યપાલક ઈજનેર મુરજાનીનો સંપર્ક કરતાં કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું તેવું ભુજના જિલ્લા ભારતીય સેવા મંડળના માનદ મંત્રી લીલાધર ચંદેએ જણાવ્યું હતું કે કાઢવાંઢના પૂર્વ સરપંચ હસન પીરા, ધોળાવીરાના સરપંચ જીલુભા અને ખડીરના અગ્રણીઓ આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું.