નલિયા સર્કલ પોલીસે લાખાણિયાનો પોક્સોનો આરોપી ઝડપ્યો

ભુજ, તા. 22 : ગઇકાલે નલિયા સર્કલ પોલીસે અબડાસા તાલુકાના લાખાણિયાનો પોક્સોના ગુનાના આરોપીને ઝડપ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ પોક્સોના ગુનાનો આરોપી રામજી સુમાર કોલી (રહે. લાખાણિયા, તા. અબડાસા)ને ગઇકાલે સાંજે પકડી પાડી કાયદેસરની અટક કરી આગળની કાર્યવાહી નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એન. લેઉવાએ કરી હતી.