72 જિનાલયે સ્થિરવાસ ગાળતા સાધ્વીજી કાળધર્મ પામ્યા

72 જિનાલયે સ્થિરવાસ ગાળતા  સાધ્વીજી કાળધર્મ પામ્યા
માંડવી, તા. 25 : 72 જિનાલયે અચલગચ્છાધિપતિ પૂ. ગુણસાગર સૂરિશ્વરજી મ.સા.ના હસ્તે દીક્ષિત થયેલા અને અચલગચ્છાધિપતિ પૂ. ગુણોદયસાગર સૂરિશ્વરજી મ.સા.ની આજ્ઞાથી 72 જિનાલય તીર્થે સ્થિરવાસ રહેલા વર્તમાન અચલગચ્છ નાયક પૂ. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી, પૂ.સા. ચારુલતાજી મ.સા.ના શિષ્યા પૂ.સા. ભાવપૂર્ણાશ્રીજી મ.સા. 83 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ પામ્યા છે. 55 વર્ષનું સંયમજીવન આરાધેલા અને નવાવાસના જેઠીબાઇ ખીમજીના પુત્રી પૂ. ભાવપૂર્ણાજીની દીક્ષા કોઠારા તીર્થે યોજાઇ હતી. તેમની પાલખીયાત્રા પહેલાં પૂ. કંચનસાગરજી મ.સા., પૂ. મલયસાગરજી મ.સા., પૂ. રત્નાકરસાગરજી મ.સા. તથા સાધ્વીજીની નિશ્રામાં ગુણાનુવાદ તથા ધ્વજાના ચડાવઓ લેવામાં આવ્યા હતા, જેમાં કુંવરજી પાંચારિયા-કે.પી. શાહ (નવાવાસ), દક્ષાબેન ધનજી મીઠુભાઇ (નવાવાસ), ભાણભાઇ તેજશી (શેરડી), ધીરજભાઇ ભવાનજી વીરા (મેરાઉ), જેઠીબાઇ ખીમજી પાંચારિયા (નવાવાસ), વર્ષાબેન કિશોરભાઇ (લાયજા), કે.પી. શાહ (નવાવાસ), જવેરબાઇ ગાંગજી પોલડિયા (કોડાય), લક્ષ્મીબાઇ રવજી ટોકરશી (તલવાણા) વિગેરેએ લાભ લીધો હતો. પાલખીયાત્રામાં રવિભાઇ સંગોઇ, વૈભવભાઇ, રતિલાલભાઇ, શામજીભાઇ, પારસભાઇ તેમજ નવાવાસ, બિદડા, શેરડી, મેરાઉ, નાના-મોટા આસંબિયા, રાયણ, ફરાદી, કોડાય, માંડવી, તલવાણા વિગેરે ગામોથી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ચંદ્રકાન્ત દેઢિયાએ કર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer