પીર સૈયદ હાજી મખદૂમઅલીની દરગાહે આવનારની આશાઓ થશે પૂર્ણ

અંજાર, તા. 25 : કચ્છની કોમી એકતાના મસીહા પીર સૈયદ હાજી મખદૂમઅલી બાપુના ચાલીસમા નિમિત્તે ચાદર ચઢાવાઇ, સાથોસાથ સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્કનું પણ વિતરણ કરાયું હતું. મૂળ અંજારના અને હાલે માંડવી-મોટા સલાયા સ્થિત પીર સૈયદ હાજી મખદૂમઅલી હાજી તકીશાબાપુની વિદાયથી ન પૂરી શકાય એવી ખોટ?પડી છે. બાપુ છેલ્લા 50 વર્ષથી કોમી એકતા અને ભાઇચારા માટે સતત પ્રયત્નશીલ હતા. પીર ગરીબુલ્લાહ સાંઇ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાકીય કાર્યોનો વ્યાપ વિસ્તાર્યો હતો. આજે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી બાપુના મોટા પુત્ર?પીર સૈયદ કૌશરઅલીશા બાપુ સંભાળી રહ્યા છે. બાપુના ચાલીસમા નિમિત્તે મોટા સલાયા ખાતે પીર મખદૂમ હાજી ઇબ્રાહીમ (ર.અ.)ની દરગાહ શરીફ કમ્પાઉન્ડમાં મજલિસ યોજાઇ હતી અને ચાદર ચઢાવાઇ હતી. ધાર્મિક ક્રિયા માટે ઇસ્લામ ધર્મના ધર્મગુરુ અને અલ હિદાયા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના વડા મૌ. સૈયદ હબીબ અહેમદ અલ હુસૈની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, પીર સૈયદ હાજી મખદૂમઅલી હાજી તકીશા બાપુ એક મહાન વલી (ઓલિયા) હતા. તેમની દરગાહે આવનાર અકીદતમંદો અને શ્રદ્ધાળુઓની આશાઓ પૂરી થશે. બાપુના મોટા પુત્ર પીર સૈયદ કૌશરઅલી બાપુને ગાદીપતિ બનાવાયા અને ધાર્મિકવિધિ મુજબ દસ્તારબંધી કરી વિધિવત એલાન કરાયું હતું. આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુ, સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિર અંજારના મહંત કીર્તિચંદજી નિમાવત તેમજ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર વિ.એ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મજલિસમાં નાના પુત્ર પીર સૈયદ અસગર હુસૈન બાપુ, સૈયદ મો. ઉવેશશા (વાડા-માંડવી), સૈયદ અહમદશા (બાયઠ), સૈયદ મોહસીનઅલી (અંજાર), સૈયદ અશરફશા, સૈયદ નસીબશા, સૈયદ અનવરશા (અંજાર), સૈયદ મહેબૂબશા, સૈયદ હાસમશા, સૈયદ જહાંગીરશા, સૈયદ આમદશા?(માંડવી), સૈયદ કરમશા, સૈયદ દાદા બાવા, સૈયદ હૈદરશા, સૈયદ ઈબ્રાહીમશા (કોઠારા), હાજી અહેમદ હાજી હસન જુણેજા, હાજી આધમ હાજી સિધિક થૈમ, પટ્ટા શેઠ, હસનભાઇ?માડવાણી, અહમદ રૂમી, હુસેન ભટ્ટી, ઇલિયાસ ખીજુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને ભાઇઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પીર સાહેબે મખદૂમ સાહેબની દરગાહ સામે પીર અલીશા બાવાની દરગાહની બાજુમાં 10 વર્ષ પહેલાં પોતાની હયાતીમાં પોતાના તથા પરિવારના માટે મકબરો બનાવ્યો હતો અને આજ મકબરા (દરગાહ)માં બાપુની દફનવિધિ બાદ મઝાર બનાવવામાં આવી છે.