યોગ માનવીના મન,આત્માને શુદ્ધ કરે છે

યોગ માનવીના મન,આત્માને શુદ્ધ કરે છે
ગાંધીધામ, તા. 25 : સંકુલમાં સ્વસ્થ ભારત નિર્માણ અભિયાન અંતર્ગત ગુજરાત યોગ બોર્ડ ગાંધીધામમાં ચોથા યોગ ટેનર શિબિરનો આરંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીધામના સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે યોગ શિબિર યોજાયો હતો. ગુજરાત યોગ બોર્ડ ધ્વારા મારવાડી યુવા જાગૃતિ શાખા, ઈન્નરવ્હીલ ન્યુ જેન કલબ, રામજીવન ગોયલ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા સંચાલિત ચોથા નિ:શુલ્ક યોગ ટેનર શિબિરના ઉદઘાટન વેળાએ નંદુભાઈ ગોયલ, દિવ્યા ગોયલ, જયોતિ જૈન, રાહુલભાઈ જૈન વગેરે હાજરી આપી હતી. પતંજલિ યોગ સમિતિના પૂર્વ અધ્યક્ષ જનાર્દન ભાઉ તથા ટેનર ચિત્રાબેને 65 જેટલા શિબિરાર્થીઓને યોગાઅભ્યાસ કરાવ્યો હતો. રાજય સરકાર ધ્વારા યોગ ટેનર્સને માનદ વેતન આપવામાં આવશે તેવુ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. મારવાડી ભવન ખાતે સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી અને ગાયત્રી મંદિર ખાતે સવારે 6.30 થી 8.30 વાગ્યા સુધી યોગના વર્ગ શરૂ રહેશે. વધુ માહિતી માટે મો. 9427719397 ઉપર સંપર્ક કરવા યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ગુજરાત યોગ બોર્ડ તથા પતંજલિ યોગ સમિતિ કચ્છ ધ્વારા આયોજીત શિબિરમાં પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી ભરતભાઈ ઠકકરે યોગ અને આયુર્વેદક ઉપર પ્રકાશ પાડયો હતો. ગુજરાત યોગ બોર્ડ પ્રમાણિત શિક્ષક વર્ષાબેન ઠકકર, ગીતાબેન ઠકકર તથા નયનાબેન ઝાલા, ભરતભાઈ ટાંકે યોગ, આયુર્વેદ, સ્વદેશી વસ્તુ, પારિવારિક, સામાજિક અને અધ્યાત્મિક જીવન ઉપર પ્રકાશ પાડયો હતો. શરીર, મન, આત્માને કેવી રીતે શુધ્ધ કરી શકાય, જુદી-જુદી બીમારીઓના છુટકારો કેવી રીતે સહિતના મુદે માર્ગદર્શન અપાયું હતું. શિબિરમાં યોગ શિક્ષક પંકજભાઈ કતીરા, કાન્તિભાઈ ઉમરાણિયા, ગિરધરભાઈ ટાંક, અમૃતભાઈ સોની વગેરે સહકાર આપ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer