ગાંધીધામમાં યોજાયો વર્ચ્યુઅલ રમકડાં મેળો

ગાંધીધામમાં યોજાયો વર્ચ્યુઅલ રમકડાં મેળો
ગાંધીધામ, તા. 25 : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર ધ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના સહયોગથી ગાંધીધામ બી.આર.સી. ભવનમાં તાલુકા કક્ષાના રમકડાં મેળાનું આયોજન કરાયું હતું. જેમાં જુદા-જુદા પાંચ વિભાગોમાં વિભિન્ન પ્રકારની 7 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. ગાંધીધામના બી.આર.સી. કો-ઓર્ડીનેટર ભરતકુમાર ઠકકરે વર્ચ્યુઅલ માધ્યમથી તમામને આવકાર્યા હતા.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના લાયઝન બિંદુબેન પટેલે રમકડા મેળા અંગે સમજુતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ મેળા બાળકના વિકાસનો મહત્વનો ભાગ છે. રમકડા અને રમતો બાળકોને તેમની સંવેદના, સમસ્યા ઉકેલ, કૌશલ્ય,સંઘર્ષ નિવારવા, અન્ય કુશળતાઓ વિકસાવવામાં મદદરૂપ બને છે તેવું લાલજીભાઈ સોલંકીએ કહ્યંy હતું. વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષકોએ રજૂ કરેલી કૃતિઓનું ગાંધીધામ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી કૃપાલીબેન વાઘડીયાએ મૂલ્યાંકન કર્યું હતું. પ્રાથમિક વિભાગમાં પ્રવર્તમાન દેશી રમકડામાં વાડીલાલભાઈ રૂડાણી પ્રથમ, તાર્કિક ચિંતન સાથે ગમ્મત અને સર્જનાત્મક વિષયમાં રાજશ્રીબા ઝાલા દ્વિતીય, ધ્રુવીબેન અમૃતિયા તૃતીય ક્રમે, ઉચ્ચ પ્રાથમિકમાં ભૌતિક રમકડામાં હેમલતાબેન લોચા પ્રથમક્રમે, માધ્યમિક વિભાગમાં શૈક્ષણિક કિટમાં ભરતભાઈ બભવાણી પ્રથમ ક્રમે આવ્યા હતા. ભાગ લેનારા તમામ શિક્ષકોને પ્રમાણપત્ર અને આર્થિક ભથ્થું આપી સન્માનિત કરાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer