દારૂની મહેફિલ માણતા ભુજમાં પાંચ નબીરા ઝડપાયા
ભુજ, તા. 25 : ગઇકાલે રાત્રે કૈલાસનગર અને શક્તિનગરની વચ્ચે આવેલા ખુલ્લા મેદાનમાં બાવળની ઝાડીમાં દારૂની મહેફિલ માણતા પાંચ નબીરાને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી મોબાઇલ તેમજ વાહનો સહિત કુલ રૂા. 2,45,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગઇકાલે રાત્રે દારૂની મહેફિલ અંગે પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતાં મહેફિલ માણતા આરોપી હાર્દિક મુકેશભાઇ રાઠોડ, કુલદીપ સુરેશભાઇ સોલંકી, મેહુલ નારણભાઇ બારોટ, કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા અને અક્ષયરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાને દારૂની બોટલ તેમજ ત્રણ વાહનો તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 2,45,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ કોની પાસેથી લીધો હોવાની પૂછપરછ કરતાં પૃથ્વીરાજ પરમાર પાસેથી બોટલ લીધી હોવાની વિગત ખૂલી હતી. આમ આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહિ. એકટ તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાત્રે નબીરાઓને છોડાવા વાલીઓ પોતાની લકઝરિયસ કાર સાથે પોલીસમથકે ધસી ગયા હતા. આ મુદ્દો ટોક ઓફથી ટાઉન બન્યો હતો.