આડેસર ચેકપોસ્ટ ઉપરથી નાસેલા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો

ગાંધીધામ, તા 25 : આડેસર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમા રહેલી પોલીસે એક વાહનને ઊભું રખાવતાં ચાલકે પોતાનું વાહન ઊભું ન રાખતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આડેસર ચેકપોસ્ટ ઉપર ગત રાત્રે પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી તે દરમ્યાન રાધનપુર બાજુથી આવતાં ટ્રેઇલર નંબર આર.જે. 52-જી.એ. 6279ને હાથના ઇશારે ઊભું રખાતાં ચાલક પોતાનું વાહન ઊભું ન રાખી આગળ હંકારી ગયો હતો. પોલીસે તેનો પીછો કરતાં આ શખ્સે પોતાનું વાહન આડું-અવળું હંકારતા ફિલ્મી દ્રશ્યો સર્જાયાં હતાં. બાદમાં આ ટ્રેઇલરને ચાલક રામકિશન રામકરણ ઘાડરીએ વાહન આડેસર ગામ નજીક સહારા હોટેલ પાસે ઊભું રાખી પોતે નાસી ગયો હતો. આ વાહનમાંથી કાંઇ નીકળ્યું નહોતું. આ વાહનચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer