ભુજમાં જુગાર રમતા છ ખેલી ઝડપાયા
ભુજ, તા. 25 : ગઇકાલે શહેરની રવિ ટોકિઝની પાછળ હોટલ ઇલાર્કવાળી ગલીમાં ઝૂંપડાની બહાર કુંડાળું કરીને ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી લીધા હતા. આ દરોડામાં પડમાંથી રોકડા રૂા.2400 મળી આવ્યા હતા. જો કે, આરોપીઓ પાસેના છ મોબાઇલ કબ્જે લેતા મુદ્દામાલનો કુલ આંક રૂા. 9,400 પર પહોંચ્યો હતો. જુગાર રમી રહેલા આરોપી વસીમ અલીમામદ થૈમ, હિતેશ નારણ પ્રજાપતિ, પ્રભુ મૂળજી ચારણ, સોમા કમલેશ કોલી, પ્રકાશ રાજેશ ગુરખા અને શ્યામ બહાદુર નરબહાદુર ગુરખાને પોલીસે ઝડપી તેની વિરુદ્ધ જુગાર ધારા તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.