કોરોના રસીકરણ જાગૃતિ રથ બે દિવસમાં રપ ગામમાં ફર્યો

ભુજ, તા. 13 : કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન રથે બે દિવસ દરમ્યાન રપ ગામ આવરી લઈ પેમ્ફલેટ વિતરણ અને વડાપ્રધાનની અપીલ થકી પ્રચાર કર્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાની પ્રેરણાથી તેમની ફેન કલબ દ્વારા આયોજિત રથને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવતાં કલબની આ પ્રવૃત્તિને બિરદાવી હતી તો સંસદ સભ્ય વિનોદભાઈએ આ રથ જ્યાં સુધી રસીકરણ પૂરું નહીં થાય અને કોરોના નેસ્તનાબૂદ થાય ત્યાં સુધી ભ્રમણ કરશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, ભીમજીભાઈ જોધાણી, પ્રવીણસિંહ વાઢેર, અનવર નોડે, પ્રકાશભાઈ મહેશ્વરી, શામજીભાઈ, પ્રફુલ્લસિંહ જાડેજા, શીતલભાઈ શાહ, જેમલભાઈ રબારી, હરીશભાઈ ભંડેરી, અશોકભાઈ હાથી, રવિભાઈ નામોરી, જયેશભાઈ ઠકકર, સાત્વિકદાન ગઢવી, દામજીભાઈ આહીર, ગંગાબેન સેંઘાણી હાજર રહ્યા હતા.