સરકારની વિવિધ યોજનાઓ એક પુસ્તકમાં સમાવાઇ

ભુજ, તા. 13 : કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પ્રકાશિત માહિતી પુસ્તિકા `જાણવાનો હક્ક'નું કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, કલેક્ટર પ્રવીણા ડી.કે., મંત્રી અરુણાબેન ધોળકિયા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં સરકારની વિવિધ?કલ્યાણકારી યોજનાઓ જેમાં ખાસ મહિલાઓ, વંચિત સમુદાયના તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી માહિતી પહોંચાડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ યોજના જેમાં ગંગાસ્વરૂપા (વિધવા) સહાય, અટલ પેન્શન, સંકટ?મોચન, નિરાધાર વૃદ્ધ, કુંવરબાઇનું મામેરું, વિવિધ આવાસ તેમજ શિક્ષણ, આરોગ્ય અને મહિલા સલામતી માટેની યોજનાના કેટલા લાભ મળશે, ક્યાંથી મળશે, ક્યા કાગળો જોઇશે તે સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવી છે. `જાણવાનો હક્ક' માહિતી પુસ્તિકા કચ્છ અને કચ્છ બહાર જરૂરિયાતવાળી મહિલાઓ જે આજે પણ?સમાજમાં મહિલાઓ માટે સ્માર્ટફોન અને ટેકનોલોજીના પૂરતા ત્રોત નથી તેવી અનેક બહેનોને તેમજ ગામમાં આગેવાની લેતી બહેનો આ માહિતીના આધારે ગામના જરૂરિયાતમંદ લોકોને પોતાના પરિવારને આર્થિક મદદ થશે. પુસ્તિકા માટે સાંસદ દ્વારા કચ્છ મહિલા વિકાસ સંગઠનના આ પ્રયાસને અભિનંદન આપી પુસ્તિકા સમાજની જરૂરિયાત માટે ખૂબ જ ઉપયોગી થશે એમ જણાવાયું હતું. જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો અને આપણી સમાજ વ્યવસ્થામાં બહેનો પાસે આજે પણ મોબાઇલ તેમજ ટેકનોલોજી સાધનો બહુ જ ઓછા છે ત્યારે આ પુસ્તિકા ખૂબ જ લોકોને ઉપયોગી થશે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ તેમજ સંસ્થાના કાર્યકરો માલશ્રીબેન ગઢવી, યોગેશ ગરવા, સબનાબેન પઠાણ, દીનાબેન ધોળુ અને રાજવી રબારી જોડાયા હતા.