યુ.કે.નો કોરોના સ્ટ્રેન કચ્છમાં મળ્યો

ભુજ, તા. 13 : કચ્છમાં યુ.કે.થી આવેલા એક વ્યક્તિનો નવા સ્ટ્રેનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.યુ.કે.માં કોરોનાનું નવું સ્વરૂપ દેખાતાં ભારત આવતા વિમાનો પર રોક લગાવાઇ તે પહેલાં પરત ફરેલા પ્રવાસીઓમાંના કચ્છના ત્રણ મુસાફરોના ક્રીનિંગ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલાવાયા હતા.આ અંગે વિગતો આપતાં સી.ડી.એચ.ઓ. ડો. કન્નરે જણાવ્યું કે, માંડવીના એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો આજે આરટી પીસીઆર ટેસ્ટ કરાયો છે, બીજો આવતીકાલે કરાશે. બંને રિપોર્ટ નેગેટિવ આવશે તો ઘેર જવા દેવાશે. અન્ય બે દર્દીમાં ભુજ તાલુકાના દંપતીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને ગડા પાટિયા ખાતેના સેન્ટરમાં રખાયા છે. તેમનો એક આરટી પીસીઆર ટેસ્ટ કરાશે જે નેગેટિવ આવતાં ઘરે જવા દેવાશે.માંડવીના દર્દીને મસ્કાની એન્કરવાલા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના સંપર્કવાળી વ્યક્તિઓને પણ નિયમ મુજબ સરકારી ક્વોરેન્ટાઇન કેન્દ્રમાં રખાઈ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer