48,000 કરોડનો સંરક્ષણ સોદો મંજૂર

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સીસીએસ દ્વારા આજે ભારતીય વાયુસેનાનાં સ્વદેશી યુદ્ધ વિમાન એલસીએ તેજસને મજબૂત બનાવવા માટે લગભગ 48 હજાર કરોડ રૂપિયાના સૌથી મોટા સ્વદેશી સંરક્ષણ સોદાને મંજૂરી આપી હતી. આ સોદો ભારતીય સંરક્ષણ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતા માટે બાજી પલટાવનાર બની રહેશે. આ વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે જાણકારી આપી હતી.  યુદ્ધ વિમાન તેજસના 48,000 કરોડના સોદાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મંજૂરી મળી ગઈ છે.  રાજનાથ સિંહે આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, આ સમજૂતી ગેમ ચેન્જર સાબિત થશે.  તેજસ હવાથી હવામાં અને હવાથી જમીનમાં મિસાઇલ દાગી શકે છે. જેમાં એન્ટીશિપ મિસાઇલ, બોમ્બ અને રોકેટ લગાડી શકાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer