ટ્રમ્પ પર મહાભિયોગની તૈયારી

વોશિંગ્ટન, તા. 13 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા તેજ કરાઈ છે. સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સે ર0પ વિરૂદ્ધ રર3 વોટથી પ્રસ્તાવ પાસ કરી ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને કેબિનેટને રપમાં સંશોધનનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જો કે ઉપરાષ્ટ્રપતિ પેંસે સ્પીકર નેન્સી પલોસીને પત્ર પાઠવી ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા મંજૂરી આપવા ઈન્કાર કર્યો છે. જેના જવાબમાં પલોસીએ કહ્યુ કે તે ઉપરાષ્ટ્રપતિને ર4 કલાકનો સમય આપશે કે તે હાઉસનો અનુરોધ માને છે કે નહીં ? એવી સંભાવના નહીંવત છે કે ઉપરાષ્ટ્રપતિ રપમાં સંવિધાન સંશોધનનો ઉપયોગ કરી ટ્રમ્પને પદ પરથી હટાવવા મંજૂરી આપશે. જેથી હાઉસે મહાભિયોગ પ્રસ્તાવ પર આગળ વધાર્યો છે જેના પર ગૃહમાં ચર્ચા થશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer