બિલ્ડર એકતરફી શરતો ન લાદી શકે

નવી દિલ્હી, તા. 13 : સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ડેવલપર્સ કે બિલ્ડર્સ દ્વારા કરારની એકતરફી શરતો માનવા માટે કોઇપણ ઘર ખરીદદારને બાધ્ય ન કરી શકાય. સુપ્રીમે આજે એક અરજીની સુનાવણી દરમ્યાન કરેલા આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે, `કન્ઝયુમર પ્રોટેકશન એકટ અંતર્ગત આ અનૈતિક કાર્ય છે.' ઘર ખરીદવા માગતા લોકો માટેના એક મહત્ત્વના સમાચારમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, ઘર ખરીદદાર  એકતરફી શરતો માનવા માટે બાધ્ય નથી. કરારની એકતરફી શરતો માનવા માટે ડેવલોપર્સ કોઇપણ ઘર ખરીદદારને બાધ્ય ન કરી શકે. ઘર ખરીદદાર પર એકતરફી શરતોને થોપી ન શકાય. સુપ્રીમે કન્ઝ્યુમર પ્રોટેકશન એકટ અંતર્ગત `એપાર્ટમેન્ટ બાયર્સ એગ્રીમેન્ટ'ની શરતોનું એકતરફી અને ગેરવાજબી હોવું અનૈતિક વ્યાપાર પદ્ધતિ ગણાવ્યું હતું. ગુરુગ્રામમાં એક પ્રોજેક્ટ દરમ્યાન થયેલી એક અરજીમાં સુનાવણી દરમ્યાન સુપ્રીમે સ્પષ્ટ કરી દીધું હતું કે, જો બિલ્ડરે પ્રોજેક્ટને  સમય પર પૂર્ણ કરીને ડિલિવરી ન કરી હોય તો કોઇ દલીલ વિના તેણે ઘર ખરીદદારને પૂરા પૈસા આપવાના થાય. સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ આ નાણા 9 ટકા વ્યાજ સાથે પાછા આપવા પડે. વધુમાં બિલ્ડર સામે સખત વલણ અપનાવતાં કેર્ટે કહ્યું કે, જો આવામાં આદેશનું પાલન ન થાય તો ઘર ખરીદદારને પૂરી રકમ આપવામાં આવે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer