મનોવૈજ્ઞાનિક સારવારથી ભુજની બાળકી બોલતી થઈ
ભુજ, તા. 13 : રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના સાયકોલોજિસ્ટના જણાવ્યા મુજબ સામાન્ય બાળક 11 મહિને પ્રથમ શબ્દ બોલતું હોય છે. 18 મહિના સુધીનું બાળક 6 શબ્દ સુધી બોલી શકતું હોય છે. 24 મહિના સુધીનું બાળક 3પ અથવા તેથી વધુ શબ્દ બોલી શકતું હોય છે. આનુવંશિક કારણોના લીધે ઓટીઝમ, મંદબુદ્ધિ, સ્પીચ પ્રોબ્લેમ, બહેરા-મૂંગા, સેરેબ્રલ પાલ્સી જેવી સ્થિતિને કારણે બાળકનો સામાન્ય ભાષાવિકાસ તથા વાણીનો વિકાસ થઈ શકતો નથી. યોગ્ય મનોવૈજ્ઞાનિક સારવાર થકી સ્થિતિ મહદઅંશે સામાન્ય થઈ શકે છે. દિશીતા પૂર્વેશ કંદોઈ (ભુજ) નામની બાળકીનો 3 વર્ષ અગાઉ સ્પીચનો વિકાસ ન થવાથી તેમના ડો.દીપકોઠારીનો અભિપ્રાય લીધો હતો. આ બાળરોગ નિષ્ણાતના અભિપ્રાય મુજબ બાળકને મનોવૈજ્ઞાનિક સારવાર તથા રિહેબિલિટેશનની જરૂરિયાત હોવાથી તેને લેવા પટેલ હોસ્પિટલ ખાતેના પીડિયા. રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ ખાતે રીફર કરવામાં આવી હતી. સાયકોલોજિસ્ટ ડો. ગૌરાંગ જોશીએ પ્રારંભિક મૂલ્યાંકન બાદ બાળકને થેરાપી તથા કાઉન્સેલિંગ આપતાં, સાથે સાથે માતા-પિતાને માર્ગદર્શન આપતાં આ બાળકી હવે બોલતી થઈ શાળામાં અભ્યાસ કરે છે.