દયાપર આરોગ્ય કેન્દ્રમાં ગર્ભવતી મહિલાઓ માટે સોનોગ્રાફી સેવા શરૂ

ભુજ, તા. 13 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા લખપત તાલુકાનાં દદીઓને દયાપર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘરઆંગણે જિલ્લા કક્ષા જેવી સારવારની સુવિધા મળી રહે તે માટે દર શુક્રવારે જુદા-જુદા રોગના નિષ્ણાતોની ટીમ મુલાકાત લઈ સારવાર કરે છે. આ સુવિધામાં સમયાંતરે વધારો પણ કરી દર્દીઓને રાહત આપવાનો પ્રયત્ન કરવામાં  આવે છે.લખપત તાલુકામા ગર્ભવતી મહિલાઓ બાળક જન્મે તે પહેલાં પેટમાં પોષાતા શિશુના આરોગ્યની જાણકારી પ્રાપ્ત થાય એ માટે 8મી જાન્યુઆરીથી સોનોગ્રાફી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેથી જન્મ પહેલાંની સંભાળ (એન્ટિનેટલ કેર) લઈ શકાય. પ્રથમ દિવસે 14 મહિલાની સોનોગ્રાફી કરવામાં આવી હતી. આ સગવડ લખપત તાલુકાનાં દયાપર મુકામે દર શુક્રવારે અન્ય તબીબી સુવિધા સાથે સોનોગ્રાફી પણ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને અને જિલ્લા આરોગ્ય વિભાગના આગ્રહથી આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લ દોઢેક વર્ષથી જી.કે.ની ટીમ દર અઠવાડિયે દયાપરની મુલાકાત લે છે, પરંતુ કોરોનાને કારણે સ્થગિત થયેલી સુવિધા ફરીથી નવેમ્બરમાં શરૂ કરવામાં આવી છે. નવે.-ડિસેમ્બર અને જાન્યુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં અંદાજે 600 દર્દીએ લાભ લીધો હતો. દયાપાર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર શુક્રવારે આરોગ્યની સગવડનો લાભ લેવા જી.કે.ના સત્તાવાળાઓએ અનુરોધ કર્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer