ઉત્તરાયણમાં 108ની 30 એમ્બ્યુલન્સ આપત્તિને પ્રતિસાદ આપવા માટે તૈયાર

ભુજ, તા. 13 : ઉત્તરાયણ પર્વે પતંગ ઉડાવનારાના ધાબેથી પડવાના, રસ્તા પર પતંગ પકડવા દોડનારાના પડવા કે વાહનો સાથે અથડાવા સહિતના ગંભીર બનાવો સામાન્ય રીતે બનતા હોય છે. આવા આપત્તિના સમયે દવાખાને પહોંચાડવા 108 એમ્બ્યુલન્સોને સજજ કરાઈ છે. કચ્છની 30 એમ્બ્યુલન્સને સજ્જ રખાઈ હોવાનું 108ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું.  મકરસંક્રાંતિના પતંગરસિયાઓ જાતે કે તેમના કારણે સામાન્ય રીતે થતા અકસ્માતોની સંખ્યા 10 ટકા જેટલી વધી જતી હોય છે. શ્રી પારેખે વધુમાં ઉમેર્યુ હતું કે,?ઉત્તરાયણના અકસ્માત સમયે જરૂર પડયે 108નો સંપર્ક કરવો જરૂરી બની રહે છે. કારણ કે આ એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર શરૂ થઈ જાય અને લોહી વહેવા જેવી ગંભીર નુકસાની થઈ હોય તો અટકાવી શકાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer