પતંગ-દોરીથી ઘાયલ પક્ષીઓ માટે ભુજમાં સારવાર કેન્દ્ર
ભુજ, તા. 13 : મકરસંક્રાંતિ દરમ્યાન પતંગ-દોરીથી ઘાયલ થનારા પક્ષીઓ માટે શહેરની વિવિધલક્ષી પશુ સારવાર હોસ્પિટલ, રિલાયન્સ મોલ સામે, સુપાર્શ્વનાથ જૈન સેવા મંડળ અભય કલર લેબ પાસે, સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.સક્ષમ, આશ ચેરિટેબલ ટ્રસ્ટ અને સેવા લેટસ હેલ્પ દ્વારા આયોજિત ઈમરજન્સી સારવાર કેન્દ્રમાં ઘાયલ પક્ષીઓ લઈ આવનારા અથવા પહોંચાડનારાને ઈયરફોનની ગિફટ સાથે સન્માનપત્ર અપાશે. ઘાયલ પક્ષીની માહિતી માટે 75675 09999, 99097 57657નો સંપર્ક કરવા જણાવાયું છે.