આદિપુરમાં પિતા-પુત્રએઁ કિશોર ઉપર કર્યો હુમલો

ગાંધીધામ, તા. 13 : આદિપુરના છવાળી વિસ્તારમાં પિતા-પુત્રએ પાવડાના હાથા વડે હુમલો કરતાં એક કિશોરને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. આદિપુરના 1-એ વિસ્તરમાં રહેનારો દક્ષ રાજેશ બાબુ બાજીગર નામનો કિશોર પોતાના મિત્ર સાથે ગઈકાલે પોતાના વાહનથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા સાગર નામના શખ્સે તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં આ શખ્સ પોતાની ગેરેજે જતો રહ્યો હતો જ્યાં આ દક્ષ અને તેનો મિત્ર તેને સમજાવવા જતાં આ શખ્સ સાગર અને તેના પિતા અશોકે પાવડાના હાથા વડે આ કિશોરને માર મારતાં તેને ખભામાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ દક્ષને ઘરે જવાનો રસ્તો છે ત્યાં સાગરનું મકાન છે અને આ કિશોર તેના ઘર બાજુ જોતો હોવાનો શક -વહેમ રાખીને તેના ઉપર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. આ આરોપીઓ વિરુદ્ધ રાજેશ બાજીગરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer