બળાત્કાર કેસ અનુસંધાનની અંટશમાં ભુજની ભાગોળે મારામારી : સામસામી ફરિયાદ
ભુજ, તા. 13 : બળાત્કાર બાબતે દાખલ કરાવાયેલી ફરિયાદમાં ધરપકડ સામેના મનાઇહુકમ અન્વયેની અંટશમાં શહેરની ભાગોળે માધાપર હાઇવે ઉપર બે પક્ષ વચ્ચે મારામારી થતાં આ મામલે સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ ગઇકાલે બપોરે બનેલા આ કિસ્સા બાબતે ભુજોડીના નીલેશ ડાયાલાલ કુડેચા (ઉ.વ.29)એ કુકમાના અમૃત બેચર વણકર અને ભુજોડીના દેવજી ભીમજી ખરેટ તથા તેમની સાથેના બે અજ્ઞાત આરોપી સામે પોતાને માર મારી કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ લખાવી હતી. જયારે કુકમાના અમૃતલાલ બેચરભાઇ વણકર (ઉ.વ.43)એ નીલેશ કુડેચા સામે પોતાના સહિત બે જણને ગાળાગાળી સાથે માર મારવાનો ગુનો દાખલ કરાવ્યો હતો. ભુજ બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.