નવા આદેશે લગ્નોત્સવ પરિવારોની હાલાકી વધારી

નવા આદેશે લગ્નોત્સવ પરિવારોની હાલાકી વધારી
હેમાંગ પટ્ટણી દ્વારા-
ભુજ, તા. 24 : રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતાં દેશની સર્વોચ્ચ અદાલતે કરેલી કડક તાકીદ બાદ ગુજરાત સરકારે લગ્ન સત્કાર સમારોહમાં 200ના બદલે માત્ર 100 વ્યકિતઓની મર્યાદા બાંધી દેતાં કચ્છમાં લગ્ન પ્રસંગનું આયોજન ગોઠવનારા પરિવારોમાં દોડધામ વધી જવા સાથે નવેસરથી મંજૂરી મેળવવા સહિતની હાડમારીમાંથી પસાર?થવાનો વારો આવ્યો છે. અને ફફડાટ ફેલાયો છે. તત્કાળ અસરથી રાજ્ય સરકારે નવા જાહેરનામાનો અમલ શરૂ કરી દેતાં લગ્નસરાની સીઝન ખીલવાની ધંધાર્થીઓની આશા પર પણ પાણી?ફરી      વળ્યું છે.અનલોકની પ્રક્રિયા અંતર્ગત સરકારે ઓક્ટોબર માસથી 50ના બદલે 200 વ્યકિતઓ સાથે લગ્ન-સત્કાર સમારોહ યોજવાની છૂટ આપતાં સીમિત મુહૂર્ત વચ્ચે પણ  દિવાળી બાદ લગ્નસરાની સિઝન ખીલવાનો આશાવાદ જાગ્યો હતો. પણ સંક્રમણ વધતાં વ્યાપને  ધ્યાને લઇ ફરી એકવાર 200ના બદલે 100 વ્યકિતઓની જ મર્યાદા બાંધી દેતાં અનેક અરમાનો સાથે લગ્ન પ્રસંગનું આયોજન ગોઠવનારા વર્ગને લગ્નની તૈયારીઓના ધમધમાટ વચ્ચે આ નવી પળોજણમાં અટવાવાનો વારો આવ્યો છે. 200 વ્યકિતઓની છૂટ મળતાં સંબંધિત મામલતદાર પાસેથી મંજૂરી મેળવી ચૂકેલાપરિવારોને  માટે હવે 100 લોકોની  ક્ષમતા સાથે નવેસરથી મંજૂરી મેળવવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવાની નોબત આવી?છે, તો તંત્રવાહકોને  માટે પણ જેમને 200 લોકોની મર્યાદામાં લગ્નોત્સવ યોજવાની છૂટ આપવામાં આવી છે તેમને હવે નવેસરથી 100 લોકોની મંજૂરી આપવાની કાર્યવાહી આખીય નવેસરથી કરવી પડી હતી. લગ્ન પ્રસંગ સુખરૂપ પાર પાડવો ખાસ કરીને  કન્યાના પિતા માટે?ખૂબ કપરું હોય?છે. તેમાંય 200 લોકોની છૂટ મળતાં સંબંધિતોને  આમંત્રણપત્રિકા આપી દેવાયા બાદ હવે કઇ રીતે અને કોને ના કહેવી એ સહિતના સવાલો મોટો પડકાર બનીને સામે આવી ગયા છે. મહત્ત્વની બાબત એ છે કે, લગ્ન મંજૂરીની તમામ વિધિ પણ કન્યાના પિતા પર જ છે. વરપક્ષને ક્યાંયે મંજૂરી માટે જવું પડતું નથી. નવેમ્બર-ડિસેમ્બર માસમાં લગ્નના માત્ર પાંચ જ  મુહૂર્ત હોતાં 200 લોકોની મર્યાદામાં  30 ટકા ધંધો માંડ મળવાનો મત ?ધંધાર્થીઓએ વ્યકત કર્યો હતો. પણ હવે લગ્ન સત્કાર સમારોહ 100 લોકોની મર્યાદામાં કરવાનો થતાં લગ્નોત્સવની સિઝનમાં  રહ્યો સહ્યો ધંધો મળવાની આશા પર પાણી ફરી વળ્યાનો મત સંલગ્ન વ્યવસાય કર્મીઓ દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. હાડમારીનો ભોગ બનેલા આવા પરિવારો પૈકીના કેટલાક લોકોએ પોતાનો કચવાટ વ્યકત કરતાં કહ્યું કે, લગ્નની મંજૂરી મેળવવા માટેની વહીવટી પ્રક્રિયા આમેય શિરદર્દ સમાન છે. તેવામાં હવે નવો ફરમાન જારી કરાતાં લગ્નની તૈયારીઓમાં ગૂંચવણ ઊભી થશે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer