કોરોનાના નવા 12 કેસ, 12 દર્દીઓ સાજા થયા

કોરોનાના નવા 12 કેસ, 12 દર્દીઓ સાજા થયા
ભુજ, તા. 24 : કચ્છમાં કોરોનાના કેસમાં આશ્ચર્યજનક ઘટાડાનો દોર જારી રહ્યો હોય તેમ સોમવારે માત્ર 11 કેસ નોંધાયા બાદ મંગળવારે પણ 12 જ કેસ નોંધાતાં તંત્ર દ્વારા જારી કરાતા આ આંકને લઇ વિસંગતતાની સ્થિતિ જળવાયેલી રહી હતી. નવા 12 કેસ સાથે જિલ્લાના કુલ પોઝિટિવ કેસનો આંક 3135 પર પહોંચ્યો છે. 12 દર્દીઓ સ્વસ્થ થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2802 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જારી કરેલી યાદીમાં જણાવાયું છે. આજે નોંધાયેલા 12 કેસમાં શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ નોંધાયા હતા. સૌથી વધુ કેસ ગાંધીધામ શહેરી વિસ્તારમાં નોંધાયા હતા. રાજ્યમાં વકરેલા સંક્રમણ વચ્ચે કચ્છમાં સતત બે દિવસથી કેસમાં ઘટાડાના દોરે આશ્ચર્ય જગાવ્યું છે. ભુજ શહેરમાં આજે માત્ર 1 જ કેસ નોંધાયો હતો. દરમ્યાન આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ભુજ તાલુકાના ભુજોડીમાં કાર્યરત એક સ્વૈચ્છિક સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ કરાતાં તમામ 42 કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને હોમ આઇસોલેટ કરવા સહિતની આવશ્યક તકેદારીનાં પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી. દરમ્યાન મૃતાંક 71 પર અટકેલો રહેવા સાથે હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા ઘટીને 903 થઇ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer